Search This Blog

ઈચ્છા હતી મારી

જો તું મળી હોત તો,
ઈચ્છા હતી ફૂલ બનવાની મારી
જો તું સાગર હોત તો,
ઈચ્છા હતી નાવ બનવાની મારી
જો તું દિપક હોત તો,
ઈચ્છા હતી જ્યોત બનવાની મારી
જો તું પુસ્તક હોત તો
ઈચ્છા હતી કલમ બનવાની મારી
જો તું મયુર હોત તો,
ઈચ્છા હતી મોરપીંછ બનવાની મારી
જો તું મંદિર હોત તો,
ઈચ્છા હતી મૂર્તિ બનવાની મારી