Search This Blog

Showing posts with label gujarati kavita. Show all posts
Showing posts with label gujarati kavita. Show all posts

ભુલાતું નથી

હજારો ચેહરા પર નજર પડે છે,
પણ તમારો ગુલાબી ચેહરો ભૂલતો નથી.
સવારના સુરજની રોજ અસર થાય છે,
પણ તમે કરેલી દોસ્તીની કદર ભુલાતી નથી.
સ્વજનો તો ખાવ્બ પુરા કરવા આજકાલ કર્યા કરે છે,
પણ તમે આપેલી મીઠી સાંજની મુલાકાત ભુલાતી નથી.
આ દિલ ને નારાજ તો હજારો કરે છે,
તમે આ દિલમાં રાજ કરી ગયા ભુલાતું નથી.
મને જોઇને સ્મિત તો બધા આપે છે,
પણ પ્રિય તમે આપેલું સ્મિત ભુલાતું નથી.
જીજ્ઞાસા કોલેટા, રાજકોટ

gujarati sms

થઇ ગયો

આમ અચાનક મુલાકાત થઇ ગઈ,
ને તમારી સાથે પ્રેમ થઇ ગયો.
નજર તમે કંઇક એવી મારી,
ખાસ તમારામય થઇ ગયો.
પહેલા સમય પ્રમાણે ચાલતો,
હું હવે રાહ જોતો થઇ ગયો.
કેટલા ફાંફાં મારું છું મળવા માટે,
લોકોની નજરે મજનુ થઇ ગયો.
સલાહ છે મારી પ્રેમ કરશો નહીં,
હું બિલકુલ નકામો થઇ ગયો.
કિશોર ચાવડા, જુનાગઢ

gujarati sms

તું આવી...

પગરવ સંભળાય ને લાગે તું આવી,
પ્રતીક્ષામાં મારી આંખ ભીની થઇ આવી.
નવી સવારની તાજગી લઇ જાણે તું આવી,
કેસરિયા રંગમાં સંધ્યા બની લાગે જાણે તું આવી.
મન મારું મચલે ને જાણે લાગે ધડકનમાં તું આવી,
હોઠ મારા ખુલે ને જાણે શબ્દ થઇ તું આવી.


gujarati sms

ઈચ્છા હતી મારી

જો તું મળી હોત તો,
ઈચ્છા હતી ફૂલ બનવાની મારી
જો તું સાગર હોત તો,
ઈચ્છા હતી નાવ બનવાની મારી
જો તું દિપક હોત તો,
ઈચ્છા હતી જ્યોત બનવાની મારી
જો તું પુસ્તક હોત તો
ઈચ્છા હતી કલમ બનવાની મારી
જો તું મયુર હોત તો,
ઈચ્છા હતી મોરપીંછ બનવાની મારી
જો તું મંદિર હોત તો,
ઈચ્છા હતી મૂર્તિ બનવાની મારી